10/09/2023
*એક મુસ્લિમ લેખકે આ લેખ દ્વારા હિન્દુ સમુદાયને લપડાક મારી છે*
તમારી પરણિત સ્ત્રીઓએ સાડી પહેરવાનું બંધ કરી દીધું છે તેમને કોણે રોક્યા છે...?
તમારી સ્ત્રીઓ,અને દીકરીઓ જાહેર માં અર્ધી ચડ્ડી, શરીરના અંગ-ઉપાંગો દેખાય એવા ટૂંકા વસ્ત્રો,જાહેરમાં અને મંદિરોમાં દર્શન કરવા જાય ત્યારે પણ આવા વસ્ત્રો પહેરીને ફરે છે ....?
આ માટે કોણ જવાબદાર...?
મુસ્લિમ સ્ત્રીઓને આવા કપડાંમાં જાહેર માં ક્યારે જોઈ છે, એક મુસ્લિમ સ્ત્રી માટે સહુથી પહેલા એનો ધર્મ અને ધર્મમાં આપેલા નીતિ નિયમનું સંપૂર્ણ પણે આચરણ,
તમારા કપાળ પર તિલક એક સમયે તમારી ઓળખ હતી
તમે લોકો ખાલી કપાળને અશુભની નિશાની માનતા હતા
માત્ર તમે પુરુષોએ જ ઘરની બહાર નીકળતા પહેલા તિલક લગાવવાનું બંધ કર્યું નથી; પણ તમારી સ્ત્રીઓએ પણ ફેશન અને આધુનિકતાના નામે કપાળ પર ચાંલ્લો લગાવવાની પ્રથા છોડી દીધી છે
આ માટે કોણ જવાબદાર...?
તમે લોકોએ તમારી પરંપરાગત વિધિઓને બદલે બર્થડે પાર્ટી અને થર્ટીફસ્ટ પાર્ટીની ઉજવણી કરી છે
આમાં કોની ભૂલ...?
મુસ્લિમ સમાજમાં જ્યારે બાળક ચાલતા શીખે છે ત્યારે તે તેના અબ્બાની આંગળી પકડીને ઇબાદત/નમાઝ માટે મસ્જીદમાં જાય છે અને ઇબાદત/નમાઝને પોતાની આજીવન ફરજ માને છે
તમે લોકોએ તો મંદિરો જોવાનું પણ બંધ કરી દીધું છે
હવે જો તમારા બાળકો ને મંદિરમાં જવાનું યોગ્ય કારણ અને મંદિરમાં શું કરવું તે ખબર ન હોય
તેના માટે જવાબદાર કોણ...?
તમારા બાળકો સ્કૂલમાં ભણ્યા પછી અંગ્રેજી કવિતાઓ સંભળાવે છે
એનું તમને ગર્વ છે
પરંતુ તમે તમારા બાળકો દ્વારા ગીતાના શ્લોકના પાઠ પર ગર્વ અનુભવો અને હવે જો તે ગીતા શ્લોકનો પાઠ ન કરે તો
કોણ જવાબદાર...?
આપણા ઘરોમાં જો કોઈ બાળક આપણા સંબંધીઓની સામે નમસ્કાર અને પ્રણામને બદલે
હેલો અને હાય બોલે તો
આના માટે કોણ જવાબદાર...?
સ્કૂલમાંથી પાછા ફર્યા પછી અમારા બાળકો ઉર્દૂ અને અરબી શીખે છે અને અમારા ધાર્મિક પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે
તમારા બાળકો ન તો રામાયણ વાંચે છે કે ન તો ગીતા
તે સંસ્કૃત પણ જાણતા નથી
તો આ ભૂલ કોની...?
તમારી પાસે સંસ્કૃતિ, ઈતિહાસ, પરંપરાઓ વગેરે બધું હતું
તમે આ બધું આધુનિકતાના નામે બલિદાન આપ્યું
એના માટે જવાબદાર કોણ...?
તમે લોકો પોતે તિલક, યજ્ઞોપવીત, શિખા રાખવાનું ટાળો છો અને તમારી સ્ત્રીઓને ચાંલ્લો, બંગડીઓ અને મંગળસૂત્ર પહેરવામાં શરમ આવે છે
તમે લોકો તેને બિનજરૂરી માનો છો અને ખુલ્લામાં તમારી ઓળખ પ્રદર્શિત કરવામાં શરમ અનુભવો છો
કહેવાતા આધુનિકતાના નામે, તમે લોકોએ સવારે ૪-૫ વાગ્યે વહેલા ઉઠવાની પ્રથા છોડી દીધી છે અને તમારા પૂજા-પાઠ, વિધિ અને રિવાજો, પરંપરાઓ, તમારા સંસ્કારો, તમારી ભાષા, તમારા પહેરવેશને પણ છોડી દીધા છે
સમુદાયે તેની ઓળખને સુરક્ષિત રાખવા માટે સ્વાભાવિક રીતે જ સજાગ રહેવું જોઈએ પરંતુ હવે કમનસીબે તમે હવે તમારા સમુદાયને જ સમજાવી ના શકવાની દયનીય સ્થિતિમાં છો.
વિચારો કે તમારી સંસ્કૃતિના વિનાશના અને અસુરક્ષાની લાગણીના વાસ્તવિક કારણો શું છે...?
શું તમે પોતે જ કારણ છો...?
પરંતુ ખરી સમસ્યા એ છે કે તમે તમારા સમુદાય ને જાગૃત કરવા માંગો છો
પરંતુ તમે પોતે જ તમારી જાતને પ્રેક્ટિસના ઉદાહરણ તરીકે રજૂ કરતા નથી.
તમને બધાને લાગે છે કે ઈસ્લામના કારણે હિંદુ ધર્મ ખતરામાં છે, તો આ બાબતમાં તમે ખુદ પોતે જવાબદાર છો. કેમ કે તમે તમારો ધર્મ અને સંસ્કૃતિ સાચવી નથી, તમારા માટે પૈસો જ પરમેશ્વર બની ગયો છે, તમે આધુનિકતાની એટલી આંધળી દોટમાં વ્યસ્ત છો એટલે આજે આ સ્થિતિમાં મુકાયા છો.
*જો તમે હિન્દુ હો અને ખરેખર આ વાત સાચી લાગી હોય તો તે બાબત વિચારો અને પોતાના પરિવાર થી સુધારવા ની શરૂઆત કરો*. જો દરેક વ્યક્તિ પોતાના પરિવાર તરફ ધ્યાન આપી સુધાર લાવશે તો મરણ પથારીએ પડલો ધર્મ અને સંસ્કૃતિમાં નવેસરથી જીવ આવી જશે, જય હિન્દ, જય ગરવી ગુજરાત,
🙏🙏🙏