Bhanu Kranti Sena

Bhanu Kranti Sena A Revolution for Bhanushali's and by Bhanushali's with "Samaj First Attitude" Bhanu Kranti Sena is a social revolution for Bhanushali Community.

Bhanu Kranti Sena is for betterment of Bhanushali Samaj. As we say "Manvseva ej Parmodharma"
We will always be a helping hand for all Bhanushali people. So Come..,
Join Hands.. Together we can make a diference.
-Bhanu Kranti Sena


ભાનુ ક્રાંતિ સેનાનો ઉદેશ્ય:

માતૃસંસ્થા ને અસામાજિક તત્વો દ્વારા થતા નુકશાનથી રક્ષણ કરવું.
કચ્છના દરેક ગામના યુવાનવર્ગ તેમજ મંડળના સભ્યોમાં એકતા તેમ જ માતૃસંસ્થા પ્રત

્યેનો પ્રેમ જાગૃત કરવા પ્રયત્ન કરવું.
માતૃસંસ્થાના દરેક ધાર્મિક તથા સામાજિક પ્રોગ્રામના આયોજનમાં તેમ જ વ્યવસ્થા સંભાળવામાં સહભાગી થવું.
માતૃસંસ્થાના નેજા હેઠળ રહીને જ ધાર્મિક તથા સામાજિક પ્રોગ્રામનું આયોજન કરવું.
માતૃસંસ્થા તથા સલગ્ન દરેક સંસ્થા દ્વારા આયોજિત દરેક ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં તન, મન અને ધનથી સહભાગી થવું.
સમાજમાં એકતા અને અખંડીતતા જાળવવા સદાય કટિબદ્ધ રહેવું.
સમાજની ઉન્નતી અને પ્રગતિ માટે હમેશા પ્રયત્નશીલ રહેવું.
સમાજના વહિવટકારો બાબતે સમાજના લોકોમાં ફેલાયેલી ગેરસમજો દુર કરવાનો પ્રયાસ કરવું.
સમાજના વહીવટમાં રહેલી પારદર્શકતાને સમાજના લોકો સમક્ષ લાવવી.
ભાનુશાલી સમાજનો યુવાન દુનિયાની આંખમાં આંખ મિલાવીને પોતાનું કોશલ્ય બતાવી શકે તેવી તકો ઉભી કરવી.
ભાનુશાલી સમાજના યુવાનોમાં આપણી માતૃભાષા કચ્છી અને ગુજરાતીભાષાનું પણ મુલ્ય ટકી રહે તથા એને સન્માન મળે તેવા તેવા પ્રયત્નો કરવા.
ભાનુશાલી સમાજના યુવાનોમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ કેળવાય તેવા પ્રયત્નો કરવા.
ભાનુશાલી સમાજનો યુવાન વિશ્વને જાણી શકે અને પોતાના સમાજ તેમજ માતાપિતાનું નામ રોશન કરે એમાં માર્ગદર્શક બનવું.
ભાનુશાલી સમાજનો યુવાન વ્યવસાય અર્થે વધુને વધુ તૈયાર થાય
ભાનુશાલી સમાજમાં સારા સંસ્કાર જડવાઈ રહે એવા પ્રયત્નો સદૈવ કરતા રહેવા.
ભાનુશાલી સમાજમાં આત્મહત્યા જેવા અઘટિત બનાવો ન બને એવી જાગૃતિ લાવવી.

|| બાપા ઓધવરામ || આપણા ભાનુશાલી સમાજની દિકરી સાક્ષી ખાનીયા ઉપર ભુજમાં થયેલ જીવલેણ હુમલાને ભાનુ ક્રાંતિ સેના પરિવાર દ્વાર...
29/08/2025

|| બાપા ઓધવરામ ||

આપણા ભાનુશાલી સમાજની દિકરી સાક્ષી ખાનીયા ઉપર ભુજમાં થયેલ જીવલેણ હુમલાને ભાનુ ક્રાંતિ સેના પરિવાર દ્વારા સખત રીતે વખોડવામાં આવે છે.

ભુજ મઘ્યે સંસ્કાર કોલેજ માં અભ્યાસ કરતી ભાનુશાલી દિકરી ઉપર નરાધમ રાક્ષસ દ્વારા બેરહેમીપૂર્વક કરવાંમાં આવેલ જીવલેણ હુમલાથી સમસ્ત ભાનુશાલી સમાજ સ્તબ્ધ છે.

આપણા સમાજના દરેક જ્ઞાતિજનોને એક્ વિનંતી છે કે જેની પાસે જેટલી શક્તિ છે આપણે બધા ભેગા મળી આ જઘન્ય અપરાધ કરનાર નરાધમને દાખલારૂપ સખત સજા રૂપે ફાંસીની સજા થાય એ માટે જે કોઈ પગલાં લેવા પડે એ લેવા માટે સમગ્ર સમાજવાસીઓએ આગળ આવે, સમગ્ર સમાજવાસી જીવ ગુમાવનાર આપણી દિકરીના પરીવાર સાથે જ છે.

આપણા સમાજના રાજકીય હોદેદારો ને અનુરોધ કરવામાં આવે છે કે અપરાધીને સખત સજા માટે અને પીડિત પરીવારને ન્યાય મળે એ માટે તેઓ આગળ આવી યોગ્ય જગ્યાએ સચોટ રજૂઆતો કરે.

*પરમપિતા પરમાત્મા ને પ્રાર્થના કરીએ કે દિકરી સાક્ષીના પવિત્ર આત્માને શાંતિ મળે તેમજ ખાનીયા પરીવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે.*

*ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:* 🙏🏻

- *શ્રી ભાનુ ક્રાંતિ સેના પરિવાર*

*ધન્ય કુખ માતા ધનબાઇ નીં**ને જયા કનૈયા જેવો સાવજ*      *કુખે પાકયો હતો**ઢાલ બની ગામ પરીવાર નીં નેં**એક મર્દાનગી થી એ જીવ...
02/08/2025

*ધન્ય કુખ માતા ધનબાઇ નીં*
*ને જયા કનૈયા જેવો સાવજ*
*કુખે પાકયો હતો*
*ઢાલ બની ગામ પરીવાર નીં નેં*
*એક મર્દાનગી થી એ જીવન*
*પોતે જીવ્યો હતો*
*બીટા ગામનો સાવજ આજે*
*સંસાર છોડી હરી ના શરણ*
*મા હાલ્યો ગયો હતો*
*અરમાન પોતાના અધુરા મુકી*
*સાથ છોડી સહુનો એ હંસલો*
*ઊડી ગયો હતો*
*સાંજ થતા પહેલા જ ફૂલેલું*
*એ ફૂલ આજે ભર બપોરે*
*કરમાઈ ગયો હતો*

*🙏🙏દુઃખદ નિધન🙏🙏*ભા. રાજેશ (કનૈયાલાલ) રણછોડદાસ હંસરાજભાઈ નંદા કચ્છ ગામ : બીટ્ટા હાલે : ઘાટકોપર ઉંમર વર્ષ :  45તારીખ 1/08/...
01/08/2025

*🙏🙏દુઃખદ નિધન🙏🙏*

ભા. રાજેશ (કનૈયાલાલ) રણછોડદાસ હંસરાજભાઈ નંદા
કચ્છ ગામ : બીટ્ટા
હાલે : ઘાટકોપર
ઉંમર વર્ષ : 45

તારીખ 1/08/2025 નાં રોજ રામશરણ પામેલ છે.

સદ્દગતની અંતિમયાત્રા *આજ તારીખ 01/08/2025 ના રોજ બપોર ના 3.30* વાગે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

*નિવાસસ્થાન*
*અમીતા કો. ઓ. સોસાયટી*
*રૂમ નંબર 13*
*પ્લોટ નં 216 હીંગવાલા લેન*
*પોપ્યુલર હોટલ ની સામે*
*ઘાટકોપર (ઇસ્ટ)*

*મુક્તિધામ*
રાજાવાડી

શોકમય
🕉️🙏ભાનુ ક્રાંતિ સેના પરિવાર 🙏🕉️

02/03/2025

ભાનુશાલી

ભાનુશાલી એટલે કોણ?

આપણે ભાનુશાલી ભાનુના વંશજ, સૂર્યના વંશજ છીએ. જે ભાનુ પોતાના શરીર ઉપર અપાર તાપ સહન કરી સમ્પૂર્ણ વિશ્વને પ્રકાશ આપે છે. સૂર્યનો ઉદય થયા પછી જ વિશ્વની ચકડોળ શરુ થાય છે અને અસ્ત પણ એટલા માટે જ થાય છે કે મનુષ્ય દિવસની દોડધામ થી થાકીને થોડોક આરામ લઈ શકે .

ભાનુ તો એ કુળ છે જેમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા નાખુવા જેવા ભાનુશાલી ક્રાંતિકારી થયા જેઓ ભારતની સ્વાતંત્ર્યતા ચળવળના ઇતિહાસમાં એક ઊંચા અર્થમાં પ્રથમ ક્રમના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર માટે નિઃસ્વાર્થ સેવા આપનાર દેશભક્ત હતા.

ભાનુંકુળમાં જન્મ લઈને કુળને પાવન કર્યા એવા સંત શ્રી ઓધવરામના વંશજ છીએ .

મિત્રો ખરેખર ખુબ જ દુઃખ થાય છે કે જે મનુષ્યો પરિસ્થિતિઓથી ગભરાઈને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવે છે. સુખ દુઃખ તો જીવનના બે પાસા છે. દરેક પરેશાનીનો ઉકેલ હોય જ છે . જીવનમાં થોડી ઘણી પરેશાનીઓ તો આવવાની જ છે એમાંથી ઘણીખરી તો આપણે પોતે જ ઉભી કરીએ છીએ અને એ પણ ખાસ કરીને દેખાદેખી થી.

આપણે આપણી પોતાની જીવનશૈલી બીજાને જોઇને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ એના માટે આપણે અવળી લાઈન પર ચાલ્યા જઈએ છીએ અથવા તો ખોટા ધંધા કરી લોકોને છેતરવાનો પ્રયત્ન કરીએ છીએ જેનાથી આપણાં જીવનમાં પરેશાનીઓ ઉભી થાય છે.

શું આપણે એટલા કમજોર થઈ ગયા છીએ કે આવો રસ્તો અપનાવીએ ? આવા પગલાથી પ્રથમ જેને અસર થાય છે ઈ છે તમારો પરિવાર જેમાં તમારા માબાપ , ભાઈ બહેન , પત્ની, અને બાળકો હોય છે જેઓ તમારા ઉપર નિર્ભર હોય છે . તેઓની જિંદગી સાથે ખિલવાડ કરવાનો તમને કોઈ અધિકાર નથી, અધિકાર તો તમને તમારા મૃત્યુનો પણ નથી, પ્રભુએ તમને ફ્ક્ત જિંદગીને જીવવાનો હક આપ્યો છે એ પણ નિષ્કલંક .

આપણે નપુસંક નથી, મિત્રો ભાનુશાલીઓનો ખુમારી, ખંત અને બલીદાનના તો ઈતિહાસ છે. આપણામાં એટલી તાકત છે કે આપણે પહાડ ચીરીને પણ રસ્તો બનાવી લઈએ છીએ . ભાનુશાલી નામમાં જ એટલી તાકત છે એટલો જોમ છે .

જે મનુષ્ય દેહ મળ્યો છે તેનો આદર કરો, તેનો મુલ્ય સમજો .

જયારે પણ આવી કોઈ વિકટ પરિસ્થિતિ આપણી સમક્ષ આવે તો તેનો દઢથી મુકાબલો કરી એનો સામનો કરવાની હિમ્મત કરવી . છતાં પણ જો પરિસ્થિતિ ના ઉકેલાય તો અમારી પાસે આવો આપણે સાથે મળીને એનો ઉકેલ કાઢશું .

આ યુવા ધન સમાજનો ખજાનો છે , સમાજનો ભવિષ્ય છે તેનો વેડફાટ ના તેની આપણે કાળજી લઈએ અને સૌ સાથે મળીને આપણા સમાજને આગળ વધારીએ .

જય હિંગલાજ , જય ઓધવરામ , જય વાલરામ , જય માતૃસંસ્થા , જય ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા નાખુવા , જય ભાનુ ક્રાંતિ સેના

*ચુંટણી મહોત્સવ -29.12.2024*_*આજનો એક દિવસ ફક્ત મારા સમાજ માટે....*_આજે આપણે બધાં આપણાં સમાજની ચૂંટણીમાં મતદાન કરી આપણી ...
28/12/2024

*ચુંટણી મહોત્સવ -29.12.2024*
_*આજનો એક દિવસ ફક્ત મારા સમાજ માટે....*_

આજે આપણે બધાં આપણાં સમાજની ચૂંટણીમાં મતદાન કરી આપણી સમાજ પ્રત્યેની ફરજ અદા કરીએ..
*ધ્યાનથી વાંચજો*;👇
👉18 વર્ષથી ઉપરના દરેક જ્ઞાતિજન જેઓ સેવાસમાજના સભ્ય છે તેઓ મતદાન કરી શકે છે.
👉જેમનું લિસ્ટમાં નામ નથી પણ સભ્યપદની રસીદ તા.29.11.24 પહેલાની છે તો તેઓ રસીદ બતાવી મતદાન કરી શકશે.
(નોંધ: જેઓ હમણાં સેવાસમાજ ના સભ્ય નથી તેઓ ત્યાં રાખેલ કાઉન્ટર ઉપર જઈ ૧૦૦ રૂપિયા ભરી ઘરના તમામ સભ્યોને આજીવન સભ્ય બનાવી શકે છે, પણ તેઓ આ ચુંટણીમાં મતદાન કરી શકશે નહિ ભવિષ્યમાં થનાર ચુંટણીમાં જરૂર મતદાન કરી શકશે.)
👉વડીલો અને દિવ્યાંગ જ્ઞાતિજનોને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ એમને મતદાન કરવામાં મદદ કરવા ઇલેક્શન કમિશનરની પરવાનગીથી એમના કોઈ પરિવારજન કે સહાયક બાળક મદદ કરી શકશે.
👉આપ ટોટલ 39 ઉમેદવારોમાંથી જે 21 ઉમેદવારોને આપ વોટ આપવાના હો એવા 21 ઉમેદવારોના નંબરની ચીઠ્ઠી આપ ઘરેથી બનાવી લાવજો જેથી આપના વોટ આપ જેમને ચાહો છો એમને જ જાય અને પૂરા 21 ને જ વોટ થાય ઇ ફરીથી ચેક કરી લેજો જેથી વોટ રદબાતલ ન થાય.
👉ખાસ વિનંતી છે કે શકય હોય તો આપ સૌ આપણા બાળકોને પણ સાથે લાવજો, ભલે તેઓ વોટ કરવા માટે eligible ન હોય પણ તેઓને આપણાં સમાજની વાડી તેમજ સમાજની ચુંટણી પ્રક્રિયા વિશેની માહિતી મળશે અને સમાજ પ્રત્યે જાગૃત બનશે.
👉મતદાન સવારના 9.00 થી સાંજે 6.00 કલાક સુધી થઈ શકશે.
સાંજના 6.00 વાગ્યા સુધી જે જ્ઞાતિજનો મતદાન ક્ષેત્રની અંદર પ્રવેશ મેળવી લીધો હશે તેઓ મતદાન કરી શકશે.

*ચૂંટણી પ્રક્રિયા*;👇
👉 *આપના ગામના કાઉન્ટર હશે ત્યાં જઈ આપનો કોઈ પણ ઓળખપત્ર બતાવી મતદાન પત્રક મેળવી લેવું, પછી નિર્ધારિત સ્થળ પર જઈ ત્યાં 21 ઉમેદવારોના નામ આગળ ચિહન લગાવી મતદાન પત્રક ને ફોલ્ડ કરી ત્યાં રાખેલ સીલબંધ મતદાન પેટીમાં નાખી બહાર આવી જવું.*

*ચુંટણીમાં ઉભેલા તમામ 39 ઉમેદવારોને અભિનંદન* 🌹
*તેમજ ચુંટણી પ્રક્રિયા બાદ જાહેર થનાર એવા પ્રથમ 21 ઉમેદવારોને અગ્રીમ હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ* 💐

જીયે નાત બાપલા
સમાજ ફર્સ્ટ
🙏

- *ભાનુ ક્રાંતિ સેના પરિવાર*

જીયે નાત બાપલાસમાજ ફર્સ્ટ
25/11/2023

જીયે નાત બાપલા
સમાજ ફર્સ્ટ

*II જન સેવા તે પ્રભુ સેવા II*

*૫૪ મો સમૂહલગ્ન મહોત્સવ*

*સુજ્ઞ જ્ઞાતિજનો,*

આપણી માતૃસંસ્થા *શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ* અંતર્ગત આપણા દિગ્ગજ વડીલોએ ૮૬ વર્ષ પહેલા વિવિધલક્ષી આયોજનો મારફત જ્ઞાતિ ઉત્કર્ષ રૂપી ક્રાંતિની મસાલ પ્રગટાવી હતી તેમાંની એક અત્યંત મહત્વપૂર્ણ આયોજન એટલે *સમુહલગ્ન સમારોહ આયોજન (મુંબઈ અને કચ્છ)*

આ પ્રણાલીને આગળ વધારતા *વિ. સંવત ૨૦૮૦, ઓધવ સંવત ૧૩૫, વૈશાખ સુદ ૩ (અખાત્રીજ) ને શુક્રવાર તા.૧૦.૦૫.૨૦૨૪* ના શુભદિને *ભૂજ - કચ્છ* મધ્યે *૫૪ મોં સમૂહલગ્ન મહોત્સવ* આયોજનની જાહેરાત કરતા હર્ષ અનુભવીએ છીએ.

👉 તો આપ સૌ ઇચ્છુક વાલીઓ જેઓ પોતાના સંતાનોના શુભલગ્ન *૫૪ માં સમૂહલગ્નમાં કરવા માંગે છે તેઓએ ઉપર પેમ્પલેટમાં દર્શાવેલ સ્થળે* જરૂરી દસ્તાવેજો જમા કરાવી વહેલી તકે નામ નોંધાવા વિનંતી. 🙏

*(નોંધ: વધુ વિગત પેમ્પ્લેટમાં આપેલ છે તેમજ એમાં આપેલ નંબર ઉપર ફોન કરી આપ મેળવી શકો છો.)*👆

હિંગલાજ માત કી જય
ઓધવરામજી મહારાજ કી જય
વાલરામજી મહારાજ કી જય
જ્ઞાતિ ગંગા કી જય
સત્ય સનાતન ધર્મ કી જય

*શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ🙏*
Office No.:8369774488.
Email:[email protected]
25/11/2023
Msg. No. SKBSST/Gen/21-24/ 09

23/11/2023

*જન સેવા તે પ્રભુ સેવા*

*અભિનંદન સહ આભાર💐*

શ્રી *પુનાગ્રી ધામ ઉસ્તિયા ગામ* નાં *ઘાટકોપર એરિયાના ગામવાસીઓ* દ્વારા *તા. ૧૯.૧૧.૨૩ ને રવિવાર* ના રોજ ૪ થી ૧૦ આપણી *અસ્લફા વાડી ઓધવધામ* ના પહેલા માળે એસી હોલમાં *નવ વર્ષ - (વિ. સં. ૨૦૮૦, સન - ૨૦૨૩)* નિમિતે એક નાનકડું *ઘાટકોપર ઉસ્તિયા નવ વર્ષ મિલન* રાખવામાં આવેલ જેમાં *ઘાટકોપર ઉસ્તિયા પરિવાર* નાં બધા પરિવારોએ ભેગા મળી *નવ વર્ષ મિલન* ધામધૂમથી ઉજવ્યો.

*કુળદેવી મા પુનાગ્રીના આશીર્વાદ* થી કાર્યક્રમ બહુજ સફળ રહ્યો તેની ખુશાલી રૂપે *સમગ્ર ઘાટકોપર ઉસ્તિયાવાસીઓ* તરફથી આપણી માતૃસંસ્થા *શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ* ને ફૂલ નહિ તો ફૂલ પાંખડી રૂપે એક નાનકડું યોગદાન *રૂ. ૮૧૦૦/- (રૂપિયા આઠ હજાર એકસો પૂરા)* વચનપૂર્તી કરી અર્પણ કરેલ છે તે બદલ *પુનાગ્રી ધામ ઉસ્તિયા ગામ* અને ઉસ્તિયા ગામનાં *ઘાટકોપર એરિયાના સમસ્ત ગામવાસીઓ* નો ખુબ ખુબ આભાર સહ ખૂબ ખૂબ અભિનંદન 🌹🌹

👉 ઉસ્તિયા ગામના ઘાટકોપર પરિવારોના મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય બધા પરિવારો એક જગ્યાએ મળી અને પરિવારજનો સાથે મળી નવ વર્ષ મિલનનું ઉત્સવ ઉજવે અને આનંદ કરે તથા ગામનાં પરિવારજનો, છોકરાઓ એકબીજાને ઓળખે, એકબીજાને મળે, સંગઠન બને, એકતા બને જેથી ગામ અને સમાજનાં કાર્યોમાં સહભાગી થવા એમને પ્રેરણા મળે અને પુનાગ્રી ધામ ઉસ્તિયા ગામની પરંપરા આગળ વધતી રહે, ગામ અને સમાજ પ્રત્યે પ્રેમ અને સમર્પણની ભાવના વધે.
આપની ગામ અને સમાજ પ્રત્યેની ભાવના બધા માટે પ્રેરણારૂપ છે આપસૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ🌹

હિંગલાજ માત કી જય
ઓધવરામજી મહારાજ કી જય
વાલરામજી મહારાજ કી જય
જ્ઞાતિ ગંગા કી જય
પુનાગ્રી માત કી જય
સત્ય સનાતન ધર્મ કી જય

*શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ*
Office No.8369774488
Email:[email protected]
22/11/2023
Msg.No.SKBSST/Gen/21-24/08

Address

Surya Oil Traders, JMM Road, Ghatkopar (W)
Mumbai
400084

Alerts

Be the first to know and let us send you an email when Bhanu Kranti Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhanu Kranti Sena:

Share